રાજકોટ NSUI દ્વારા ઓનલાઈન શિક્ષણનો વિરોધ, કાર્યકર્તાઓની અટકાયત - Rajkot NSUI
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ કોરોનાની મહામારી સામે રાજ્ય સરકાર દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવાની છૂટ અપાઈ છે. ત્યારે ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જેથી રાજકોટ NSUI દ્વારા ઓનલાઇન શિક્ષણનો વિરોધ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ NSUIના કાર્યકર્તા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. અંદાજિત 5થી વધારે કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.