જૂનાગઢના સ્ટેમ્પ પેપર વેન્ડરો દ્વારા ઈ-સ્ટેમ્પ પેપરનો વિરોધ - સ્ટેમ્પ માટેના નવા નિયમો
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: ૧લી ઓકટોબરથી સમગ્ર રાજ્યમાં e-stamp પેપરનો અમલ શરુ થશે. આ સાથે જ રાજ્યમાં ફિઝિકલ સ્ટેમ્પ પેપર અમાન્ય ગણાશે. ઈ-સ્ટેમ્પ પેપરના અમલના કારણે સ્ટેમ્પ પેપર વેન્ડરોમાં વિરોધ ઉભો થયો છે. આજે જૂનાગઢ શહેરમાં સ્ટેમ્પ પેપરનું વેંચાણ અને દસ્તાવેજ કરતા વેન્ડરોએ જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેમની રજૂઆત મુખ્યપ્રધાન સુધી પહોંચાડવા વિનંતી કરી હતી. જેમાં સ્ટેમ્પ વેન્ડરોએ ઈ સ્ટેમ્પની અમલવારી રદ કરવાની માગ કરી હતી.