ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે પડતર પશ્નો મુદ્દે ધરણા યોજયા
ભરુચ: જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો તેમની વિવિધ માંગણીઓેને લઈને રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા છે. વિવિધ તબક્કામાં આંદોલન કરી રહ્યાં છે. શનિવારે શહેરના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે ધરણા પ્રદર્શનો યોજાયા હતા. જેમાં તમામ 9 તાલુકામાંથી 1000 જેટલા શિક્ષકો જોડાયા હતા. ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો સરકાર સામે તેમની માંગણીઓ સંતોષવા આંદોલન કરી રહ્યા છે. જેમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવી, નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણને શુદ્ધિકરણ કરવા સહિતની અનેક માગ સાથે અગાઉ તબક્કાવાર આંદોલન શરૂ થઈ ચૂક્યું છે. જેનું કોઈ નિવેડો ન આવતા ફરી વિરોધ પ્રદર્શનનું બ્યુંગલ ફુકાઈ ચૂમક્યું છે.