કરજણ તાલુકા સેવા સદન ખાતે પિવાના પાણીની સમસ્યાને લઇ પ્રાંત અધિકારીને આવેદન અપાયું - પીવાની પાણીની સમસ્યા
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ જિલ્લાના કરજણ તાલુકા સેવા સદન ખાતે પિવાના પાણીની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. છેલ્લા ધણા સમયથી કાર્યરત સેવાસદનનામાં આવતા પ્રજાજનો માટે પિવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. આ ઉપરાંત પાણી માટે કુલર મૂક્યું છે એ શોભાના ગાંઠિયા સમાન છે. જેથી સેવાસદન ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ અલગ પાણીના જગ મંગાવે છે. અધિકારીઓ પોતાના માટે સુવિધા કરે છે પણ પ્રજા માટે કંઈ કરતા નથી. એક જાગૃત નાગરિકે તારીખ 04/07/2020 ના અરજી આપી રજૂઆત કરી હતી અને ત્યારબાદ રૂબરૂ રજૂઆત કરતાં સરખો જવાબ મળી રહ્યો નથી. જેથી આજ રોજ સોમવારે પ્રાંત અધિકારી કરજણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મિનેષ પરમાર એડવોકેટ, રાજુભાઈ, નરેશભાઈ અને દિનેશભાઈ જોડાયા હતા.