5 માર્ચે ધોરણ-10, 12ની બોર્ડની પરીક્ષા, પરીક્ષાર્થીઓ માટે પોરબંદર NSUIએ હેલ્પલાઇન શરૂ કરી - પોરબંદર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ આગામી 5મી માર્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે, ત્યારે પરિક્ષાર્થીઓની મૂંઝવણનો અંત લાવવા પોરબંદર NSUI દ્વારા એક મિટિંગ યોજાઈ હતી. જેમાં અને આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અંગે ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની હાલાકી ન પડે તે માટે પોરબંદર શહેર, જિલ્લા અને ત્રણ તાલુકાના વિસ્તાર પર પોરબંદર NSUI દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. બોર્ડના વિદ્યાર્થીઓ સંપર્ક કરી મદદ મેળવી શકે છે. બેઠકમાં જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ, ઉમેશ રાજ બારૈયા, કૃણાલ રજવાડી, પરાગ મેવાડા, જયદીપ સોલંકી, રાજ વાજા, યશ ઓઝા, વિજય મદલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.