પોરબંદરની ચોપાટી પર આજથી પ્રતિબંધ હટાવ્યો, લોકોમાં જોવા મળી ખુશી - gujaratinews
🎬 Watch Now: Feature Video
પોરબંદર : શહેરમાં વાયુ વાવાઝોડાની અસરની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી. જેની અસરથી મોટું નુકસાન થવાનું એંધાણ હતું. પરંતુ વાયુ વાવાઝોડું ઓમાન તરફ જતા હવે આ આફત ટળી છે. પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી 16 જૂન થી 22 જૂન સુધી ચોપાટી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચોપાટી પર જવા પર કોઈ મુશ્કેલી નથી. 19 જૂનથી પ્રતિબંધ હટાવતા ચોપાટી પર લોકો જઈ શકે છે. આ સમાચારથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પોરબંદરની ચોપાટી પોરબંદરનું એક માત્ર રમણીય સ્થળ છે.આથી મોટા ભાગના લોકો ચોપાટી પર જવાનું વધુ પસંદ કરે છે. તો તંદુરસ્તી માટે મોર્નીગ અને ઇવનિંગ વોક કરવા અસંખ્ય લોકો જતા હોય છે.