વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને આપી દિવાળી ભેટ, હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું - news in surat
🎬 Watch Now: Feature Video
સુરત : વડાપ્રધાન મોદીના હસ્તે હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતના હજીરા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયાની હાજર રહ્યા હતા. સામાન્ય રીતે આ સુવિધાથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકનો સમય લાગતો હતો. ત્યારે હવે આ સેવાથી સમય તથા ઇંધણનો બચાવ થશે, પર્યાવરણની જાળવણી થશે તેમજ રોડ પરનું ભારણ ઘટશે. આ રો-પેક્સની શરૂઆતથી માત્ર 4 કલાકમાં સૌરાષ્ટ્ર પહોંચી શકાશે.