ચાંદોદના ત્રિવેણી સંગમમાં પિત્રૃ શ્રાદ્ધનું અનેરું મહત્વ
🎬 Watch Now: Feature Video
વડોદરા: હિન્દુ ધર્મમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાદ્ધ કહેવાય છે. ભાદરવા સુદ પુનમથી આ પર્વની શરૂઆત થાય છે. જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધનાં સોળ દિવસનાં સમુહને શ્રાદ્ધ પક્ષ તેમજ પિતૃ તર્પણનાં દિવસો કહેવાય છે. માત્રૃ અને પિત્રૃ દેવોભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમાં તેઓનું અગણિત ઉપકારોની સ્મૃતીને અમર રાખવા આપણા શાસ્ત્રોમાં ભાદરવા સુદ એકમથી અમાસ સુધીનાં પખવાડિયાને શ્રાદ્ધ પક્ષ કહેવાઇ છે. જેને લઇ લાખો શ્રદ્ધાળું પોતાના માત્રૃ અને પિત્રૃના તરપણ માટે ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી ચાદોદ ખાતે આવી હિન્દુ ધર્મ અનુસાર વેદોકત મંત્રોચાર સાથે પિંડદાન કરી ધન્યતા અનુભવે છે.