રાજકોટમાં 'સૌની યોજના'ની પાઈપલાઈન ખેતરના ઉભા પાકમાંથી બહાર આવી - gujarati news
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના ખોખરદળ ગામના એક ખેતરમાં 'સૌની યોજના' અંતર્ગત નાંખવામાં આવેલ પાઇપલાઈન ફરી બહાર આવતા તંત્રમાં દોડધામ જોવા મળી હતી. અંદાજે 1 કિલોમીટર કરતા વધુની પાઇપલાઇન જમીનની અંદરથી બહાર આવી ગઈ છે. આ અગાઉ પણ રાજકોટ જિલ્લાના કાલાવડ રોડ પર આવેલ કેટલાક ગામમાં પણ પાઈપલાઈન બહાર આવવાના મામલો બન્યો હતો. હાલ વરસાદી માહોલ હોવાથી પાઈપલાઈન ફરી જમીનમાં નાખવી મુશ્કેલ છે. હવે પાણી સુકાય પછી જ તંત્ર દ્વારા કામકાજ હાથમાં લેવામાં આવશે.