અમરેલી SP વિરુદ્ધ રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાએ આપ્યું આવેદનપત્ર - National Rajput Karni sena
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અમરેલી જિલ્લા SP દ્વારા કાઠી સમાજના યુવાનોને ટાર્ગેટ કરીને ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે અને તેમજ સમાજના લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જેને લઈને કાઠી સમાજ રોષે ભરાયો છે અને તેઓ તંત્રને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે. જો તેમની આ માગ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો તેમણે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.