ભાવનગરઃ વલ્લભીપુર તાલુકાના નસિતપુર ગામ પાસે કેરી નદી પર પુલ બાંધવા લોકોની માગ - Vallabhipur
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ વલ્લભીપુર તાલુકાનું નસીતપુર ગામ પાયાની સુવિધાઓથી આજે પણ વંચિત છે. નસીતપુર ગામ પાસેથી કેરી નદી વહે છે. જે દર ચોમાસામાં બે કાંઠે વહેતી થાય છે. આ નદી પર પુલ કે અન્ય કોઇ સવલત ન હોવાના કારણે સ્થાનિક લોકો તેમજ માલધારી પોતાના પશુઓના જીવના જોખમે નદી પાર કરવાની ફરજ પડે છે. આ નદી પર પુલ બાંધવા તંત્ર સામે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતા પુલ બાંધવામાં આવ્યો નથી. નદી પાર કરતા સમયે કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની?