ETV Bharat / business

પોસ્ટ ઓફિસની શાનદાર યોજના... આ સ્કિમ તમને લખપતિ બનાવી શકે છે ! જાણો કેવી રીતે? - POST OFFICE RD SCHEME

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાંથી એક પોસ્ટ ઓફિસ RD સ્કિમ જે તમને લખપતિ બનાવવાની યોજના છે. આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છે? જાણો...

પોસ્ટ ઓફિસ RD સ્કિમ
પોસ્ટ ઓફિસ RD સ્કિમ (Getty Image)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2024, 10:19 AM IST

Updated : Dec 19, 2024, 10:38 AM IST

નવી દિલ્હી: સુરક્ષિત રોકાણની સાથે સાથે જોરદાર રીટર્ન આપવા માટે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. આવી જ એક લોકપ્રિય યોજના પોસ્ટ ઓફિસ RD છે જે તમને લખપતિ બનાવવાની યોજના છે. આમાં દર મહિને એક ચોક્કસ રકમનું રોકાણ કરીને, તમે 10 વર્ષમાં 8 લાખ રૂપિયાથી વધુનું ફંડ એકઠું કરી શકો છો. આજે અમે તમને આ સમાચાર દ્વારા તેની ગણતરી સમજાવવા જઈ રહ્યા છીએ.

આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં કેટલું વ્યાજ મળે છે?

પોસ્ટ ઓફિસમાં દરેક વયજૂથ પ્રમાણે બચત યોજનાઓ ચલાવવામાં આવે છે, પછી તે બાળકો હોય, વૃદ્ધો હોય કે યુવાનો હોય. આમાં સમાવિષ્ટ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ રોકાણ માટે બેસ્ટ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. આ યોજનામાં, પાકતી મુદત 5 વર્ષ નક્કી કરવામાં આવી છે પરંતુ તેને વધારીને 10 વર્ષ કરી શકાય છે. ગયા વર્ષે 2023માં રોકાણ પર વ્યાજ દર 6.5 ટકા હતો જે વધારીને 6.7 ટકા કરવામાં આવ્યો હતો.

આ પોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો?

તમે કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં ખાતું ખોલાવી શકો છો. આમાં 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે, જ્યારે મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ યોજનાની પાકતી મુદત પાંચ વર્ષની છે. પોસ્ટ ઓફિસ RD માં સગીરના નામે પણ ખાતું ખોલાવી શકાય છે. જો કે, આમાં વાલીઓએ દસ્તાવેજ સાથે તેમના નામ પણ આપવાના રહેશે.

આ સ્કિમમાં અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ઘ

જો તમે પોસ્ટ ઓફિસ RD સ્કીમમાં ખાતું ખોલાવ્યું છે અને કોઈ સમસ્યાને કારણે તેને બંધ કરવાનું વિચારી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં સમય પહેલા બંધ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. જો તમે ઈચ્છો તો, તમે પાકતી મુદત પૂરી થાય તે પહેલા જ ખાતું બંધ કરી શકો છો. આમાં લોનની સુવિધા પણ આપવામાં આવી છે. પરંતું તેમાં જો ખાતું એક વર્ષ સુધી ચાલુ રહે તેના પછી તમને ખાતાના જમા રકમના 50 ટકા સુધી જ લોન લઈ શકાય છે. જો તેના વ્યાજ દરની વાત કરીએ તો, તમને મળતા વ્યાજના દર કરતા 2 ટકા વધુ છે.

આ રીતે તમે 10 વર્ષમાં 8 લાખ રૂપિયા ભેગા કરી શકો છો

જો આપણે પોસ્ટ ઓફિસ RDમાં રોકાણ અને વ્યાજની ગણતરી કરીએ, તો જો તમે આ સ્કીમમાં દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તેની પાકતી મુદતમાં એટલે કે 5 વર્ષમાં, તમે કુલ 3 લાખ રૂપિયા જમા કરશો અને અને તેમાં 6.7 ટકાના દરે વ્યાજ તરીકે રૂ. 56,830 ઉમેરવામાં આવશે. આ પછી તમારું કુલ ફંડ 3,56,830 રૂપિયા થઈ જશે.

હવે જો તમે આ ખાતાને વધુ પાંચ વર્ષ માટે લંબાવશો, તો 10 વર્ષમાં તમારા દ્વારા જમા કરાયેલી રકમ 6,00,000 રૂપિયા થશે. આ સાથે, આ થાપણ પર 6.7 ટકાના દરે વ્યાજની રકમ 2,54,272 રૂપિયા થશે. આ રીતે, 10 વર્ષના સમયગાળામાં તમારું કુલ જમા થયેલ ફંડ 8,54,272 રૂપિયા થશે.

પોસ્ટ ઓફિસ RD સ્કીમ્સમાં રોકાણ પર મળતા વ્યાજ પર TDS કાપવામાં આવે છે, જે રોકાણકાર દ્વારા ITRનો દાવો કર્યા પછી આવક અનુસાર પરત કરવામાં આવે છે. RD પર મળતા વ્યાજ પર 10% TDS લાગુ થાય છે.

અહીં ધ્યાનમાં રાખો કે પોસ્ટ ઓફિસ RD સ્કીમ્સમાં રોકાણ પર મળતા વ્યાજ પર TDS કાપવામાં આવે છે, જે રોકાણકાર ITRનો દાવો કરે તે પછી આવક અનુસાર પરત કરવામાં આવે છે. RD પર મળતા વ્યાજ પર 10 ટકા TDS લાગુ થાય છે. જો RD પર મળતું વ્યાજ 10,000 રૂપિયાથી વધુ હોય તો TDS કાપવામાં આવશે.

આ પણ વાંચો:

  1. વર્ષ 2024માં સમાપ્ત થશે ઘણી કંપનીઓ, જાણો મર્જરની બાબતમાં આ વર્ષ કેવું રહ્યું
  2. આજે દલાલ સ્ટ્રીટ પર મોબિક્વિક, વિશાલ મેગા માર્ટ અને સાઈ લાઈફ સાયન્સનું ગ્રેટ લિસ્ટિંગ થયું

Last Updated : Dec 19, 2024, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.