સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સરહદે આવેલ પાણીનો ધોધ જોવા લોકો ઉમટ્યા - SABARKANTHA NEWS
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની સરહદ પર આવેલા મુનાઇ તેમજ સુંદર ગામ વચ્ચે 200 મીટરથી વધુની ઊંચાઇએથી પડતો જળધોધ સ્થાનિકો તેમ જ આસપાસના વિસ્તારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને જળધોધને માણવા દૂર દૂરથી લોકો ઉમટી પડયા છે. આ વિસ્તારમાં ડુંગર ઉપર આવેલા તળાવમાં પાણી ભરાયા બાદ ધોધ સ્વરૂપે નીચે પડે છે. જોકે 200 મીટરથી વધુ ઊંચાઈ હોવા છતાં આ વિસ્તારમાં જો સ્થાનિય પ્રશાસન દ્વારા કોઈ ઠોસ પગલાં ભરાય તો આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે એમ છે.