ગોંડલ માર્કેટ યાર્ડમાં એક દિવસમાં 1 લાખ ગુણી મગફળીની અઢળક આવક - Market Yard News
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મગફળી માટે નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની અઢળક આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં એક દિવસમાં 1 લાખ 10 હજાર ગુણીની આવક થઈ છે. દરરોજ 35 હજાર ગુણીનું વેચાણ થાય છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની હરરાજીમાં મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 650થી લઈને 1096 સુધીના બોલાયા હતા. માર્કેટ યાર્ડોમાં મગફળીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.