વડોદરા PCBએ જુગાર રમતા 8 શખ્સોની કરી ધરપકડ, 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત - વડોદરા PCBએ જુગાર રમતા 8 શખ્સોની કરી ધરપકડ
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરના સીટી વિસ્તારમાંથી પીસીબીએ 8 આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડયા હતા. આ બનાવમાં પોલીસે તમામ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરમાં ગેર કાયદેસરની પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવા માટે શહેર પોલીસ સતર્ક છે, ત્યારે વડોદરા પીસીબીને મળેલી બાતમીના આધારે શહેરમાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે રૂપિયા 1 લાખથી વધુના મુદ્દમાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
TAGGED:
play gambling