પાટીલ કોન્સ્ટેબલ હતા ત્યારે દારૂની ગાડીનું પાયલોટિંગ કરવા બદલ સસ્પેન્ડ થયા હતાઃ અર્જુન મોઢવાડીયા - Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરા : વિધાનસભાની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરના રોજ યોજાશે. આ અંતર્ગત કરજણ બેઠક પર કોંગ્રેસ ભાજપ બન્ને પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બન્ને પક્ષો દ્વારા કરજણ બેઠક પર જીત મેળવવા પ્રદેશ નેતાઓ સહિતના ધુરંધરોને ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસના દિગજ્જ નેતા અર્જુન મોઢવાડીયાએ સાધલી કોંગ્રેસ ચૂંટણી કાર્યાલય ખાતે વિજય સંકલ્પ સંમેલન યોજયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અર્જુન મોઢવાડીયાએ ગુજરાતમાં ભાઈનું નથી ભાઉનું ચાલે છે, તેમ કહી ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
Last Updated : Oct 26, 2020, 6:36 AM IST