પાટણમાં સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવાઈ - સેવાભાવી સંસ્થાઓ
🎬 Watch Now: Feature Video
પાટણઃ 'ઉઠી, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'ના સૂત્ર થકી સમગ્ર યુવાઓના આદર્શ બનેલા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રવિવાર વિવેકાનંદની 157મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન વિવિધ રાજકીય પાર્ટીઓ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે પાટણના રેલવે સ્ટેશન સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ભારત વિકાસ પરિષદ, ભાજપ, કોંગ્રેસ,સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા પુષ્યાર્પણ કરવામાં આવ્યું હતું. 'વિવેકાનંદ અમર રહો'ના નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.