અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ અટવાયા, પોલીસ આવી તેમની વ્હારે - અમદાવાદ એરપોર્ટ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસને કારણે મહામારી સર્જાઈ છે. જેના પગલે ગુજરાત રાજ્યને લોકડાઉન કરવામાં આવ્યું છે. ગુજરાત લોકડાઉન થવાથી અમદાવાદ એરપોર્ટની સ્થિતિનો ચિતાર મેળવા ETV BHARATની ટીમ ડોમેસ્ટિક એરપોર્ટ પહોંચી હતી. જ્યાં હાજરો પ્રવાસીઓ વહેલી સવારથી ઘરે જવા માટે અટવાયા હતા. જેથી ઓરપોર્ટ પોલીસ આ પ્રવાસીઓની વ્હારે આવી હતી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત તેમના ઘર સુધી પહોંચી શકે તે માટે પોલીસે તાજવીજ હાથ ધરી હતી. જેમાં પોલીસે ટેક્સી સાથે સંકલન કરી પ્રવાસીઓને પ્રમાણપત્ર આપ્યું હતું. જે પ્રમાણપત્ર સાથે રાખીને પ્રવાસીઓને ઘરે મોકલવામાં આવ્યા હતા.
Last Updated : Mar 24, 2020, 5:18 PM IST