દીપડાના હાહાકારની વચ્ચે માનવ ભક્ષી દીપડાનો સંદેહાત્મક વીડિયો થયો વાયરલ - panther looks of at amreli video viral
🎬 Watch Now: Feature Video
અમરેલી: છેલ્લા એક અઠવાડિયાથી બગસરા પંથકને બાનમાં લેનાર માનવભક્ષી દીપડાને લઈને હવે શંકાનું બજાર પણ ગરમી પકડી રહ્યું છે. આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો બગસરાના માનવભક્ષી દીપડાનો હોવાનું સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે. ત્યારે વનવિભાગની પકડથી માનવભક્ષી દીપડો હજુ પણ દૂર રહેતા હવે દીપડાને લઈને વનવિભાગ સર્તક થયું છે. અમરેલી જિલ્લામાં માનવભક્ષી દીપડો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. વનવિભાગ છેલ્લા 48 કલાકથી દિવસ-રાત એક કરીને દીપડાને પકડવા કે ઠાર કરવા પ્રયત્ન કરી રહ્યું છે. જો કે, આ વીડિયોની પુષ્ટિ ETV ભારત કરતું નથી.