thumbnail

By

Published : Nov 23, 2019, 3:13 PM IST

Updated : Nov 23, 2019, 11:12 PM IST

ETV Bharat / Videos

પંચમહાલ LCBએ કેફી ગણાતા પોસના ડોડાનો જથ્થા સાથે બે લોકોની કરી ધરપકડ

પંચમહાલઃ જિલ્લા પોલીસતંત્ર દ્રારા કેફી અને નશીલા પદાર્થની હેરાફેરી અને વેપાર સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે સંતર્ક બન્યુ છે. તેના ભાગરુપે એલસીબી શાખાના ઇન્સ્પેકટર ડી.એન.ચુડાસમાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એમ.રાવત તેમજ સ્ટાફે શહેરા તાલૂકાના ખાંડીયા ગામથી બાહી ચોકડી તરફ જવાના રસ્તા ઉપર રેડ પાડી અવાવરુ જગ્યા ઉપર સંતાડેલા પોસના ડોડાના જથ્થા સાથે બે લોકોની અટકાયત કરી હતી. પુછપરછ કરતાં બંનેએ પોતાના નામ જયપ્રકાશ ડારા અને સુભાષ બિસ્નોઈ જણાવ્યા હતાં. આ મામલે શહેરા પોલીસ મથક ખાતે લઇ જઇને આ પોસના ડોડા કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Last Updated : Nov 23, 2019, 11:12 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.