સોમનાથમાં શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવની પાલખી યાત્રા, જૂઓ વીડિયો - Shravan news
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ ભગવાનની પાલખી યાત્રા સોમનાથ મંદિર પરિસરમાં કાઢવામાં આવી હતી. જેનો લાભ લઇ દેશભરમાંથી આવતા ભાવિકો ધન્ય બન્યા. ઉલ્લેખનીય છે કે માત્ર શ્રાવણ મહિનાના સોમવારે જ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે, ત્યારે વર્ષ આખું રાહ જોયા બાદ શ્રાવણ મહિનાના સોમવારે લોકો અનન્ય આસ્થાથી મહાદેવની પાલખી યાત્રામાં જોડાઈ છે. ત્યારે લોકોમાં આ શોભા યાત્રા પ્રત્યે અનન્ય આસ્થા છે. આ યાત્રામાં મહાદેવના પ્રતીક શિવલિંગની પાલખી ઉંચકવા માટે લોકોમાં હોડ લાગે છે. સોમનાથ મહાદેવની આ પાલખી યાત્રા શ્રધ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બની છે. જૂઓ વીડિયો..