વડોદરામાં મસમોટો ભુવો પડ્યો, લોકોમાં તંત્ર સામે આક્રોશ - ભ્રષ્ટાચાર
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના બગીખાના વિસ્તારમાં આવેલ નવજીવન સ્કૂલની બાજુમાં ત્રણ રસ્તાના વળાંક પર આજે સવારે ભુવો પડી જતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને તંત્રના પાપે હાલાકીનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. આસપાસમાં શાળાઓ આવેલ હોવાથી વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડી હતી સંસ્કારી નગરી વડોદરા તેના રોજ બરોજ ભુવા પડવાના કારણે પ્રસિદ્ધ થઈ છે, ત્યારે ખોટી નામના અને પ્રશંસા મેળવવા સ્માર્ટસિટીની વાતોનું બ્યુગલ ફૂંકતી એવી ભ્રષ્ટાચારથી ખદબદી ઉઠેલ પાલિકા તંત્રની પોલ ઉઘાડી પડી છે. વધુ એક વખત વડોદરા શહેરમાં ભુવાએ આકાર લેતા લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો.