મોરબી જિલ્લામાં ઓશો ધ્યાન શિબિર યોજાઈ - Osho meditation camp was held in Morbi
🎬 Watch Now: Feature Video
મોરબી: જિલ્લાના સજ્જનપર ગામ પાસે આવેલા ઓશો ફાર્મ ખાતે ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ઓશો વિચારધારાને અનુસરતા લોકો જોડાયા હતા. ઓશો ધ્યાન શિબિરમાં માર્ગદર્શન આપવા માટે ડૉ. માધવી રેણું પંચાલ ચંડીગઢથી ઉપસ્થિત રહ્યાં હતા. ડૉ. માધવીએ ધ્યાન શિબિરમાં માર્ગદર્શન આપી શાંતિ અને સુખનો માર્ગ બતાવ્યો હતો. ૩ દિવસની ધ્યાન શિબિર અંગે માર્ગદર્શક ડૉ. માધવીએ જણાવ્યું હતું કે,"ઓશોએ વૈચારિક ક્રાંતિ કરી છે. જેમાં અનેક લોકો જોડાઈ રહ્યાં છે. આ શિબિરમાં ધ્યાન, નિરાશા મુક્તિ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા.