રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શૉનું આયોજન - રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોનું આયોજન
🎬 Watch Now: Feature Video
રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 2020માં પણ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. શુક્રવારે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલના હસ્તે ફ્લાવર શૉને ખુલ્લું મુકવામાં આવનાર છે. ચાલુ વર્ષે ફ્લાવર શોમાં ખાસ ગાંધીજીની અલગ અલગ આંદોલનની પ્રતિકૃતિ મુકવામાં આવી છે. જે ખુબ જ આકર્ષકનું કેન્દ્ર બનશે. જ્યારે આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાએ ફ્લાવર શો માટે 20 રુપિયાની ટિકિટ પણ રાખી છે.