ભાજપ દ્વારા આયોજીત ગાંધી સંદેશ યાત્રાનું જૂનાગઢમાં આગમન - BJP workers join Gandhi Sandesh Yatra
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કામાં આ યાત્રા અમેરીલાના રાજુલા શહેરમાં ફરીને બપોરના સમયે જૂનાગઢના પાદરીયા મુકામે આવી પહોંચી હતી. આ યાત્રામાં જૂનાગઢના સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રા ગાંધીજીના 150મી જન્મ જ્યંતિને લઈને સમગ્ર દેશમાં આયોજિત કરવામાં આવી છે. જેમાં જે તે વિસ્તારના સાંસદો તેમજ પ્રધાનો આ યાત્રામાં જોડાઈને ગાંધી વિચારધારાને અને આદર્શોને તેમના જીવનમાં ઉતારીને ગાંધીના માર્ગે ચાલશે. દેશનો દરેક નાગરિક આદર્શ નાગરિક બને તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.