પોરબંદરમાં ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ પુરૂ પાડતો ઓપન માઇક કાર્યક્રમ યોજાયો - ઓપન માઇક કાર્યક્રમ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6196097-thumbnail-3x2-por.jpg)
પોરબંદરઃ પોરબંદરમાં ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ પુરૂ પાડતો ઓપન માઇક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 23 ફેબ્રુઆરીના દિવસે યુથ ગૃપ અને અનડિસકવર્ડ ટેલેન્ટ ઓપન માઇક દ્વારા લખાણી સ્કૂલ ખાતે ઓપન માઇક નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫થી વધુ કલાકારોએ સિંગિગ, શાયરી અને સ્ટેન્ડપ કોમેડી જેવી કળાને રજૂ કરી શહેરીજનોને મનોરંજન પૂરું પાડ્યું હતું. મૂળ પોરબંદરના અને હાલ આફ્રિકા એવા રીઝવાના આડતીયાના બાયોપિક 'રિઝવાન' ફિલ્મ ટિકિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. યુથ માઇક ગ્રુપના ફાઉન્ડર દેવાંગ ભુંડીયા અને અનડિસકવર્ડ ટેલેન્ટના ફાઉન્ડર દુષ્યંત પરમાર દ્વારા પોરબંદરના લોકોમાં છુપાયેલી કળાને બહાર લાવવાના પ્રયત્નને શહેરીજનોનો ખૂબ સહકાર મળ્યો હતો. આ ઇવેન્ટમાં કૃપાલોઢિયા ભીમાભાઇ ખુટી અને આરજે જાનવી દુર્ગેશભાઇ ઓઝા જેવા અતિથિએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહિત કર્યાં હતાં.
Last Updated : Feb 26, 2020, 12:30 AM IST