એકતાની મિશાલ, ગામમાં ફક્ત એક જ ગણપતિની સ્થાપના - કલોલ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ જિલ્લાના કલોલ તાલુકાનું ડેરોલ ગામ 7000થી વધુ વસ્તી ધરાવે છે. ગામમાં વિવિધ વર્ણના લોકો ખૂબ એકતા અને સમજદારીથી વસવાટ કરે છે. ડેરોલ ગામમાં છેલ્લા 41 વર્ષથી એક જ જગ્યાએ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. અહીં ગ્રામજનો દરેક તહેવારની સામૂહિક ઉજવણી જ કરે છે. જેનું કારણ પૂછતાં ગામ લોકો જણાવે છે કે, ગામમાં દરેક જ્ઞાતિના લોકો રહે છે, તેથી ગામ લોકોમાં એકતા જાળવવાનો પ્રયાસ છે.