યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિના છેલ્લા દિવસે ગરબાની જામી રમઝટ, રાજ્ય શિક્ષણ પ્રધાને ઉતારી આરતી - સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ
🎬 Watch Now: Feature Video
નવરાત્રિના છેલ્લા દિવસે સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ફરી એક વાર ગરબાની રમઝટ જામી હતી. ત્યારે આ દિવસે રાજ્ય શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે ચાચર ચોકમાં માતાજીની મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો. જોકે, રાજ્ય સરકારે મોટા શક્તિપીઠોમાં નવરાત્રિ મહોત્સવની સાથે મહાઆરતીનું પણ આયોજન કર્યું હતું. જ્યારે છેલ્લા દિવસે અંબાજી મંદિરના ચાચર ચોકમાં અમદાવાદના સહિત અન્ય ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ગરબા રમવા મળતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્ય શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મા અંબાની કૃપાથી ગુજરાત અને સમગ્ર દેશમાં સુખ-સમૃદ્ધિ આવે તેમ જ આપણું રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તેવી પ્રાર્થના કરું છું. તો આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, પૂર્વ ધારાસભ્ય રેખા ખાણેસા, જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.