પોરબંદરમાં ઓડિશાના ધારાસભ્યોએ ગાંધી જન્મ સ્થળની લીધી મુલાકાત
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આયોજીત આઉટ સાઈટ સ્ટડી ટુર પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ઓડિશાના ધારાસભ્યો અને તેઓના પરિવાર દ્વારા ન્યૂ દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે તારીખ 12 ડિસેમ્બરથી 21ડિસેમ્બર સુધી નીકળ્યાં છે. જેમાં ધારાસભ્ય મોહન ચરણ માંજી, ધારાસભ્ય પૂર્ણ ચંદ્ર બકા, ધારાસભ્ય પિતમ પાઢી, ધારાસભ્ય મકરાનંદા મુદુલી અને ધારાસભ્ય નબા ચરણ માજી પરિવાર સાથે પોરબંદરમાં આવેલ ગાંધી જન્મ સ્થળની મુલાકાત લઈને ધન્યતા અનુભવી હતી અને મોહન ચરણ માંજીએ લોકોને ગાંધીજીના જીવનમાંથી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો.
Last Updated : Dec 18, 2019, 4:16 PM IST