ભરૂચઃ દહેજના જાગેશ્વર નજીક નર્મદા નદી કિનારે અસંખ્ય માછલીના મોત - માછલીના મોત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 12, 2020, 5:19 PM IST

ભરૂચઃ દહેજના જાગેશ્વર નજીક નર્મદા નદી કિનારે અસંખ્ય માછલીના મોત નીપજ્યા છે. દહેજ અને વિલાયત GIDCનું પ્રદુષિત પાણી નદીમાં ભળતા જળચરોના મોત નીપજ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે જિલ્લા માછીમાર સમાજના આગેવાન કમલેશ માછીએ જણાવ્યું હતું કે, દહેજ અને વિલાયત GIDCના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના સીધું જ નદીમાં છોડવામાં આવે છે. જે જળચરો માટે પ્રાણ ઘાતક પુરવાર થઇ રહ્યું છે અને માછલીના મોત નીપજી રહ્યા છે. આ અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. જો કે, બે જવાબદાર ઉદ્યોગો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.