વડોદરામાં NSUI દ્વારા પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરાયો - NSUI દ્વારા પૂતળા દહન
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બિન સચિવાલય પરીક્ષા માં ગેરરીતિ ને લઈ પરીક્ષા આપનાર વિધાર્થીઓએ વિરોધ કર્યો હતો .ત્યારે પોલીસે વિદ્યાર્થીઓ પર દમન ગુજારતા વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સરકાર સામે ઠેર ઠેર વિરોધનો સુર ઉઠ્યો હતો .ત્યારે MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે NSUI દ્વારા સરકાર અને પરીક્ષા લેનાર ગૌણ સેવા મંડળ સામે ભારે સુત્રોચાર કરવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારનું પૂતળું NSUI દ્વારા બાળવામાં આવ્યું હતું. સમગ્ર પરિક્ષા રદ કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માગ NSUIએ કરી હતી.