અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા બાકી વેરા બાબતે ૧૧૨૦ વેરાધારકોને નોટીસ ફટકારાઈ - bharuch
🎬 Watch Now: Feature Video
ભરૂચ : અંકલેશ્વર નગર પાલિકાના વ્યવસાય વેરા વિભાગ દ્વારા બાકી વેરો વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં નગર પાલિકાના વર્ષ 2019-20માં કુલ 3627 કરદાતાઓ છે. જે કરદાતાઓ પાસે રૂપિયા 1.11 કરોડના વેરા સામે અત્યાર સુધી રૂપિયા 91.70 લાખની વેરા વસૂલાત કરવામાં આવી છે. જયારે 1120 બાકી વેરાધારકોને નોટિસ ફરકારવામાં આવી છે, ત્યારે 31 માર્ચ પહેલા નગર પાલિકા સામે એક કરોડ ઉપરાંતનો વેરો વસૂલનો લક્ષ્યાંક છે અને વેરાધારકો વેરો નહીં ભરે તો તેઓની બેન્ક ગેરંટી ઝપ્ત કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.