નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભાવિકોએ કર્યું ભાદરવી અમાસનું સ્નાન
🎬 Watch Now: Feature Video
ભાવનગર: શહેરથી 30 કિમી દુર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આજે શુક્રવારના દિવસે ભાદરવી અમાસના દિવસે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજના આ દિવસે લોકો કોળીયાકના દરિયામાં સ્નાન કરીને ભાવિકો નિષ્કલંક થયાની અનુભૂતિ કરે છે અને પાંડવો સ્થાપિત પાંચ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જો કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય જેને લઈને વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.