નિસર્ગની ભાવનગરમાં અસરઃ ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો - rain in bhavnagar
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ નિસર્ગ વાવાઝોડાના પગલે ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા પંથકમાં વાતાવરણ ગોરંભાયું હતું. જેને પગલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં મહુવા શહેર અને પંથક તેમજ તળાજાના અલંગ અને પીઠલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વર્ષે વરસાદ પણ વહેલો હોય તેવું લાગી રહ્યું છે. હજુ ગુજરાતમાં સત્તાવાર વરસાદનું આગમન થયુ નથી, પરંતુ આગતરી વાવણી થાય તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.