Niramay Gujarat Yojna : ખંભાળિયામાં પણ શરુ થઇ નિરામય ગુજરાત યોજના, અનેક બીમારીનો ઇલાજ થશે - Niramay Gujarat Yojna started in Devbhumi Dwarka Khambhalita Hospital
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા જનરલ હોસ્પિટલ ( Khambhalita Hospital ) ખાતે નિરામય ગુજરાત યોજનાની ( Niramay Gujarat Yojna ) શરુઆતે Mega Health Camp આયોજિત કરવામાં આવ્યો હતો.. આ પ્રસંગે મુરૂ બેરાએ જણાવ્યું હતું કે સ્વસ્થ ભારતના પાયામાં વ્યક્તિનું સ્વાસ્થ્ય અંગેનું સ્વચિંતન અને જાગૃતિ છે. તેથી જો વ્યક્તિ સ્વયં પોતાના આરોગ્યની ચિંતા કરશે અને આરોગ્ય વિભાગ તેમાં સહભાગી થશે તો જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે. લાભાર્થીઓને હેલ્થ આઇડી કાર્ડ, નિરામય કાર્ડ ( Niramay Card ) તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિરામય ગુજરાત યોજના હેઠળ હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, મોઢા-સ્તન તથા ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બીમારી, પાંડુ રોગ (એનિમિયા), કેલ્શિયમની ઉણપ સહિતની બીમારીઓને આવરી લેવાઇ છે જે માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સર્જરી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, લેબોરેટરી વિભાગ, ચામડી રોગ વિભાગ, કાન-નાક-ગળા વિભાગ, દાંત વિભાગ, આયુષ્યમાન ભારત કાર્ડ વિભાગ, આયુર્વેદ વિભાગ, દવા વિભાગ સહિતની વ્યવસ્થા નાગરિકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાઇ હતી.