બગસરાના નવી હળીયાદમાં 5 સિંહોએ કર્યું ભેંસનું મારણ - બગસરાના નવી હળીયાદમાં 5 સિંહોઓએ ભેસનું મારણ
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ જિલ્લાના બગસરા તાલુકામાં આવેલું નવી હળીયાદ ગામમાં ગોબરભાઇ બચુભાઈ વધાસિયાને ઘરે 5 સિહોએ ભેંસનું મારણ કરી અને મિજબાની માણી હતી. જ્યારે ખેતરોમાં હાલ પાકની સીજન ચાલુ હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગામમાં અવારનવાર જંગલના પશૂઓ આવી ચડે છે, તેમજ થોડા સમય પહેલા પણ ગામમાં આદમખોર દિપડાએ વ્યક્તિ ઉપર હૂમલો કર્યો હતો. જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.