નવ યુગલ દંપતીએ પ્રભુતાના પગલે જોડાતા પહેલા સજોડે મતદાન - Voting
🎬 Watch Now: Feature Video
દમણઃ ઉમરગામ તાલુકાના મરોલી નજીક દાંડીગામમાં એક નવ યુગલ દંપતીએ પ્રભુતાના પગલે જોડાતા પહેલા સજોડે મતદાન કરી લગ્નબંધને જોડાયા હતા. આજનો લોક તંત્રનો મહાન પર્વ હોવાના કારણે દાંડી ગામના રિતેશ રમેશ બારી અને કૃતિકા આત્મારામ બારીએ લગ્નબંધનમાં બંધાતા પહેલા દાંડી મતદાન કેન્દ્ર પર મતદાન કરી દેશમાં બદલાવની અને રાષ્ટ્રના હિત અને સુરક્ષાને પ્રથમતા આપી હતી.