અમદાવાદમાં ઉપલબ્ધ થશે નવા રૂપ-રંગ સાથે ખાદીના કપડા - ખાદી સરીતા
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ 2જી ઓક્ટોબરના રોજ વર્ષોથી અમેરિકા રહેતા અને ગાંધીધામ પરિવારમાં જન્મેલ અક્ષય શાહ અને તેમના પત્ની અનાર શાહ દ્વારા ખાદી સરિતાનું ઇનોગ્રેશન કરવામાં આવશે. આ વિશે વધારે વાત કરતા અક્ષય શાહ જણાવે છે કે, શુદ્ધ ખાદી પહેરનારા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે, પરંતુ જો લોકો 25 કપડા ખરીદતા હોય એમાં કોઈ એક કપડું ખાદીનું પહેરે તો પણ એ સારી બાબત કહી શકાય. કેમ કે, ભારતમાં ખાદી અંગે લોકોમાં ઘણી માન્યતાઓ છે. જેથી તેઓ ખાદી પહેરવાનું પસંદ નથી કરતા. પરંતુ વિદેશના લોકોને ખાદી પહેરવાનો શોખ વધારે છે. કારણ કે, એનાથી ચામડીના રોગો ઓછા થાય છે. તેમજ હેલ્થ માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને યુવાવર્ગ ખાદી એટલા માટે નથી પહેરતું કારણ કે, તેમાં અવનવી ડિઝાઇનનો વિકલ્પ નથી. ખાદીનું કાપડ ઠંડક આપે છે અને નેચરલ ફાયબર પહેરવાની મજા જ અલગ હોય છે. અનાર શાહે જણાવ્યુ હતું કે, અમે લોકો જ્યારે રિસર્ચ કરતા હતા, ત્યારે જોયું કે ખાદીમાં નવી ડિઝાઈન અને વેરાઈટી નથી એટલે આ વખતે ગુજરાતમાં શર્ટ, ટ્રાઉઝર, ઈન્ડો વેસ્ટર્ન કપડા બધું જ અમારા સ્ટોર પર ઉપબલ્ધ હશે. અમદાવાદમાં પણ એવા ઘણા મોટા ડિઝાઈનર છે જે લોકોએ તેમનું ખાદીનું કલેક્શન લોન્ચ કર્યું છે અને લોકો ખાદી તરફ વળી રહ્યા છે.