બારડોલીમાં કચ્છી સમાજના પરંપરાગત શેરી ગરબાનું આયોજન - navratri festival gujarat
🎬 Watch Now: Feature Video
સુરત: બારડોલીમાં 45 વર્ષથી કચ્છી સમાજ દ્વારા ગરબા આયોજન કરવામાં આવે છે. નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે. રંગે ચંગે માતાજીના નવલા નોરતામાં મોટા આયોજન સાથે સુરત જિલ્લાના બારડોલી શહેરમાં વિવિધ સમાજો દ્વારા ગરબામાં પરંપરાગત ગરબા જોવા મળે છે. બારડોલી ખાતે આવેલા કચ્છી કડવા પાટીદાર સમાજ દ્વારા એક જગ્યા નક્કી કરી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. સતત 45 વર્ષથી દર નવરાત્રીમાં સમાજના તમામ લોકો એક જગ્યાએ એકઠા થઇ ગરબાની રમઝટ બોલાવે છે. માતાજીનો ગરબો માથે મૂકી ગરબા રમાય છે. ગરબામાં સ્ત્રી અને પુરુષો અલગ અલગ સર્કલ બનાવી ગરબે ઘૂમે છે. બારડોલીમાં કચ્છી સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે.