નર્મદા પોલીસને મળી મોટી સફળતા: લોખંડના સળીયા તથા વાહન ચોરીના 14 ગુના ડીટેક્ટ કર્યા - Narmada samachar
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ જિલ્લા સહિતના અલગ-અલગ જિલ્લાઓમાં કરેલા 14 ગુનાઓની કબુલાત કરતા બંનેની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે. નર્મદા LCBએ પોલીસે લોખંડનાં સળિયા અને વાહન ચોરતા 2 કુખ્યાત આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ નર્મદા, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ, દાહોદ,વડોદરા અને નાસિકમાં નોંધાયેલ ચોરીનાં ગુનાઓની કબૂલાત કરી છે. આ ગુનાનો મુખ્ય આરોપી રમેશ મિશ્રાની 6 સભ્યોની ગેંગ સાથે ચોરીના ગુનાને અંજામ આપતો હતો. અગાઉ આ ગેંગની ચોરીના 20 ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. ગેંગ માત્ર લોખંડનાં સળિયા અને ટ્રક અને ટેમ્પો ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.