Narmada District Collector એ અનોખી રીતે કર્યું નાના કર્મચારીઓનું સન્માન, જૂઓ વિડીયો - Narmada District Collector honored the employees in a unique way, see video
🎬 Watch Now: Feature Video
નર્મદામાં નાના કર્મચારીઓની કચેરીમાં ઓચિંતા કલેક્ટર (Narmada Collector D A Shah ) સન્માનપત્ર લઈને પહોંચી ગયાં હતાં અને તેમને સન્માનિત કર્યા હતાં. નર્મદા જિલ્લા કલેક્ટરે સારી કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતાં નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ શાહના નેતૃત્વમાં વહીવટી કામગીરી સારી કરી હોય, વીવીઆઈપીની વિઝિટ ( VVIP Visit to Narmada ) કે સરકારી કાર્યક્રમ, સરકારી લાભો આપવામાં ઉત્તમ કામગીરી કરી હોય એવા અધિકારીઓ અને કર્મચારીઓના ટેબલ પાસે પહોંચી 6 કર્મચારીઓનું સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. અધિકારી, કર્મચારીઓને તેમની જગ્યાએ બેસાડી કલેક્ટર જાતે ઉભા રહી તેમને સન્માનિત કરતાં કર્મચારીઓ ભાવવિભોર થયાં હતાં. કર્મચારીઓમાં ઉત્સાહ વધતો જોઈ જિલ્લા કલેક્ટરે( Narmada Collector D A Shah ) સંતોષ વ્યક્ત કર્યો હતો.