નમામિ દેવી નર્મદે, આવો ગુજરાતની જીવાદોરી સમી નર્મદાને સમજીએ... - ગુજરાત વિકાસ
🎬 Watch Now: Feature Video
નર્મદા : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનું નીર સમગ્ર રાજ્યના લોકોને પાણી પૂરૂ પાડે છે.આ નર્મદા પર બંધ બને અને તેના પાણીનો લાભ સમગ્ર ગુજરાત મેળવે તે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન 1961માં ખાતમુહૂર્ત પામેલી આ યોજનાને પરિપૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ. સંપૂર્ણ નિર્મિત સરદાર સરોવર ડેમનું લોકાર્પણ થયું ત્યારે, ગુજરાતમાં દુષ્કાળ અને પીવાના પાણીની અછત ભૂતકાળ બનશે અને નર્મદાના નીર થકી ગુજરાત વિકાસના નવા આયામો સર કરશે.એક સમયે સરદાર સરોવર યોજના- નર્મદાના પાણી ગુજરાતને મળશે કે કેમ તેવી કલ્પના અસંભવિત લાગતી હતી પણ આજે એ સ્થિતિ છે કે નર્મદાના પાણી વિના ગુજરાતની પ્રગતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ફક્ત ખેતી જ નહીં પીવાના પાણી અને ઉધોગો માટે પણ તે સાચા અર્થમાં જીવાદોરી બની ગઇ છે.ખેતરોની જ નહીં સામાન્યજનની પ્યાસ પણ નર્મદા નદી બુઝાવી રહી છે. નર્મદે સર્વદેનું સૂત્ર સાચા અર્થમાં ગુજરાત માટે યથાર્થ પૂરવાર થઇ રહ્યું છે.