સુરતનમાં દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડ - Surat Amroli area
🎬 Watch Now: Feature Video
સુરતઃ અમરોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતી આશરે એકાદ મહિના પહેલા રત્નાની મુલાકાત છાપરાભાઠા ખાતે રહેતા હિતેશ સાથે થઇ હતી. મુલાકાત બાદ બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. આશરે એકાદ મહિનાથી તેમની વચ્ચે મિત્રતા બંધાઇ હોવાથી બંને જણા ફોન પર વાતો કરતા હતા. દરમિયાન શનિવારે હિતેશને ફોન કરી યુવતીએ મળવા માટે તેણીના ઘરે બોલાવ્યો હતો. બપોરના સમયે ઘરમાં કોઈ હાજર ન હતુ. હિતેશે તેનો ફાયદો ઉઠાવી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં યુવતીની તબિયત બગડતા સારવાર અર્થે તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સમગ્ર હકીકત બહાર આવતા પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અમરોલી પોલિસ મથકમાં ફરિયાદ કરતા અમરોલી પોલીસે હિતેશ પટેલ વિરુદ્ધ કલમ 376 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..