કોરોના હોટસ્પોટ જંબુસરની સરહદો ખોલવામાં આવતા બજારોમાં ચહલ પહલ - Jambusar borders

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 11, 2020, 5:10 PM IST

ભરૂચઃ કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે જંબુસર નગર કોરોનાનું હોટસ્પોટ બન્યું છે અને જંબુસરમાં કોરોનાના અઢળક કેસ નોંધાયા છે, જેને ધ્યાનમાં રાખી 19 જૂનથી જંબુસર નગરની સરહદ સીલ કરવામાં આવી હતી. સમગ્ર નગરની કન્ટેઈનમેન્ટ ઝોનની સમય મર્યાદા પૂર્ણ થતા શનિવારના રોજ જંબુસરની બજારો ધમધમતા થયા છે. લોકોની ચહલ પહલ પણ જોવા મળી રહી છે. પહેલાની સરખામણીએ થોડા દિવસોથી જંબુસરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જો કે મુક્તિ મળ્યા બાદ પણ હજુ લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, જંબુસર નગર પાલિકા અને તાલુકા મળી હાલ કોરોના વાઇરસના 105 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.