ધોરાજીમાં મચ્છર જન્ય રોગચાળો વકર્યો, જાગૃત નાગરિકોએ ડેપ્યુટી કલેક્ટરને કરી રજુઆત
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ છેલ્લા બેથી ત્રણ મહિનાથી ધોરાજીમાં ડેન્ગ્યુ અને મચ્છર જન્ય રોગચાળો વકર્યો છે. જેથી સરકારી કે, ખાનગી હોસ્પિટલમાં માંદગીનાં ખાટલોઓમાં વધારો જોવા મળ્યો છે. શહેરમાં કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલુ હોવાથી રોગચાળો વકર્યો છે. ત્યારે, આ રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ કે, નગરપાલિકા તંત્ર ખાતું પણ નિષ્ફળ નિવડ્યું છે. જેથી ધોરાજીનાં જાગૃત નાગરિકો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને મૌખીક રજુઆત કરાઈ હતી. જેના જવાબમાં આરોગ્ય ખાતાં પાસે પૂરતો સ્ટાફ નથી તેવું જાણવા મળ્યું હતું, તો ડેપ્યુટી કલેક્ટરે અને તંત્ર વચ્ચે કોઈ તાલમેલ ન હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આ બાબતે ધોરાજીનાં જાગૃત નાગરિકોએ ડેપ્યુટી કલેક્ટરને રજુઆત કરી હતી તેને આરોગ્ય ખાતું કે, જવાબદાર તંત્ર કેટલી ધ્યાનમાં લે છે તે તો, આવનારો સમય જ બતાવશે.