અરવલ્લી જિલ્લાના 50 ટકા કરતા વધુ ખેડૂતોને પાક નુકશાની મળ્યું વળતર
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેને લઇ સરકાર પાસેથી સહાય પેકેજ મેળવવા ખેડૂતોએ માગ કરી હતી. સરકારે ખેડૂતોને સહાય પેકેજ જાહેર કર્યું હતું. જેમાં અરવલ્લી જિલ્લામાં પ્રથમ તબક્કામાં કુલ અરજીઓ પૈકીની 50 ટકા કરતા વધુ અરજદારોને ચુકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે અગાઉ પાક નુકસાનીના દાવાના ફોર્મ ભરવા માટેની તારીખ 31ડિસેમ્બર સુધી રાખી હતી, પરંતુ તે લંબાવીને હવે 14 જાન્યુઆરી સુધી રાખવામાં આવી છે.