કોરોનાનો હાહાકાર: મોરબીમાં બે શંકાસ્પદ દર્દી આઈસોલેશન વોર્ડમાં દાખલ - આઈસોલેશન વોર્ડ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. સતત વધતા જતા પોઝિટિવ કેસોની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. મોરબીમાં વધુ બે શંકાસ્પદ દર્દીઓ ધ્યાને આવતા બંનેને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને સેમ્પલ જામનગર મોકલવામાં આવ્યા છે. મોરબીમાં કોરોનાના બે શંકાસ્પદ કેસો સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિ યુપીથી પરત ફર્યો હોય જયારે બીજી વ્યક્તિ થાઈલેન્ડ અને રાજસ્થાન ગયા બાદ મોરબી પરત આવ્યા હોય જે બંનેમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા બંને વ્યક્તિને હાલ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને બંને દર્દીના સેમ્પલ લઈને જામનગર મોકલવામાં આવ્યા છે. જેનો મંગળવારના રોજ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.