મોરબી જિલ્લાને આગામી 3 વર્ષમાં નવા 28 વીજ સબ સ્ટેશનની ભેટ મળશે - મોરબી
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લામાં આગામી 3 વર્ષમાં 28 નવા વીજ સબ સ્ટેશનનો બનાવવામાં આવશે. મોરબી APMC ખાતે શનિવારે આયોજિત કાર્યક્રમ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા ઉર્જા પ્રધાન સૌરભ પટેલે મોરબીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ઉદ્યોગો અને ખેડૂતોને વીજળી આપવામાં વધુ સરળતા રહે તેવા હેતુથી આગામી 3 વર્ષમાં મોરબી જિલ્લામાં નવા 28 વીજ સબ સ્ટેશન ઉપલબ્ધ થશે. જેમાં પહેલા અને બીજા વર્ષે 8 અને ત્રિજા વર્ષે 12 સબ સ્ટેશનો બનાવવામાં આવશે.