મોડાસા: સ્વામિનારાયણ મંદિરમાં 300 યજ્ઞ કુંડમાં વિશ્વશાંતિ માટે આહુતી આપવામાં આવી - પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
🎬 Watch Now: Feature Video
મોડાસાઃ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાન દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવ નિર્મિત સ્વામિનારાયણ મંદિરનો ત્રિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. મોડાસાના મેઘરજ બાયપાસ રોડ પર નવિન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે ભવ્ય યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં પચ્ચીસો યજમાનો જોડાયા હતા, દૂર દૂરથી મોટી સંખ્યામાં હરિભક્તો યજ્ઞમાં બેસમાં માટે મંદિરે આવી પહોંચ્યા હતા. પ્રથમ દિવસે મહિલા સંમેલન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્રણ દિવસિય કાર્યક્રમને લઇને મંદિરમાં સ્વચ્છતા સહિત વિવિધ રોશનીઓથી સજ્જ કરાયું છે. દૂર દૂરથી સત્સંગીઓ તેમજ ભક્તો આવવાના હોઇ મંદિર સંચાલકો તેમજ સંતો દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. જેથી દર્શનાર્થીઓને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે.