ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા વન વિભાગના અધિકારી સાથે રકઝકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ - લીંબડી તાલુકાના નળ કાંઠા વિસ્તાર
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાના નળ કાંઠા વિસ્તારમાં આવેલ નાની કઠેચી ગામની મુલાકાત દરમિયાન દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા વન વિભાગના અધિકારી સાથે રકઝકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય નૌશાદ સોલંકી ગામની મુલાકાત દરમિયાન વન વિભાગના અધિકારીઓને ધમકાવતા અને ગેરવર્તન કરતા હોવાનું વાયરલ વીડિયોમાં નજરે પડે છે. જેમાં માછીમારોને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરી કનડગત કરતા હોવાથી ગત તા. 26 નવેમ્બરના રોજ નાની કઠેચી ગામની મુલાકાત ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સ્થળ પર મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. અંદાજે 200 થી વધુ પરિવારો નાની કઠેચી વિસ્તારમાં રહી માછીમારી કરી વર્ષોથી પરિવારનું ગુજરાન ચલાવતા હોવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા જગ્યા ખાલી કરાવવાનું જણાવતાં હોવાનો ધારાસભ્ય નૌશાદ સોલંકી અને માછીમારોએ આક્ષેપ કર્યો હતો.